ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક દિવસમાં 27 કેસ નોંધાયા - The prevalence of corona virus is increasing day by day

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે બુધવારે વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંક 708 પર પહોંચ્યો છે, ત્યારે બુધવારે 1 દર્દીનું મૃત્યુ થતા મૃત્યુઆંક 16 થયો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક દિવસમાં 27 કેસ આવ્યાં પોઝિટિવ
ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક દિવસમાં 27 કેસ આવ્યાં પોઝિટિવ

By

Published : Jul 22, 2020, 7:13 PM IST

  • ભરૂચ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 27 પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 708
  • ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા સમસાદ સૈયદ અને જાણીતા તબીબ ડૉ. કેતન દોશી પણ કોરોના સંક્રમિત

ભરૂચઃ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે બુધવારે વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન સમસાદ સૈયદને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો આ તરફ ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલના જાણીતા તબીબ ડો.કેતન દોશી પણ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં તાલુકા પ્રમાણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા

ભરૂચ 6 આમોદ 2 અંકલેશ્વર 16 જંબુસર 1 ઝઘડિયા 1 બાગરા 1

બુધવારે 27 પોઝિટિવ કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંક 708 પર પહોંચ્યો છે ત્યારે બુધવારે 1 દર્દીનું મૃત્યુ થતા મૃત્યુઆંક 16 થયો છે. ભરૂચ જિલ્લામાં અત્યારસુધી 448 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે હવે જિલ્લામાં કોરોના 244 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભરૂચ જિલ્લામાં નોંધાયેલા પ્રત્યેક 100 કેસની તારીખ

8 એપ્રિલ 01 પોઝિટિવ કેસ9 જુલાઈ 400 પોઝિટિવ કેસ
16 જૂન 100 પોઝિટિવ કેસ 14 જુલાઈ 500 પોઝિટિવ કેસ
27 જૂન 200 પોઝિટિવ કેસ 17 જુલાઈ 600 પોઝિટિવ કેસ
5 જુલાઈ 300 પોઝિટિવ કેસ22 જુલાઈ 700 પોઝિટિવ કેસ

ABOUT THE AUTHOR

...view details