ભરૂચ નગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા - Bharuch Cold Circle
ભરૂચઃ શીતલ સર્કલથી ગોલ્ડનબ્રીજ સુધીના માર્ગ પર ઉભા થયેલ ગેરકાયદેસર દબાણો નગર પાલિકા દ્વારા દુર કરવામાં આવ્યા હતાં. જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ લારી ગલ્લા હટાવી લેવામાં આવ્યા હતાં. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
ભરૂચ નગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો કરાયા દુર
ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર હાલ નર્મદા મૈયા બ્રિજની કામગીરી ચાલી રહી છે. નર્મદા મૈયા બ્રિજને અડીને ફ્લાય ઓવર બ્રીજ ઉભો કરવામાં આવ્યો છે જેની નજીક કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે જેના કારણે શીતલ સર્કલથી ગોલ્ડનબ્રિજને જોડાતા માર્ગ પર અવાર નવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને નિવારવા ભરૂચ નગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતાં.