ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં ટ્રાવેલ બેગમાંથી માનવ અંગો મળી આવ્યા, પોલીસે શરૂ કરી તપાસ - AMRATPARA VILLAGE

અંકલેશ્વર(Ankleshwar) નજીકથી પસાર થતા હાઇવે પર આવેલા અમરતપરા ગામ(AMRATPARA VILLAGE ) પાસેથી અજાણ્યા વ્યકતિના ટુકડે ટુકડા કરી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને સ્થળ પરથી ટ્રાવેલ બેગ તેમજ અન્ય સામાન મળી આવતા અજાણ્યા વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના છે.

ભરૂચ: અંકલેશ્વરમાં ટ્રાવેલ બેગમાંથી માનવ અંગો મળી આવ્યા
ભરૂચ: અંકલેશ્વરમાં ટ્રાવેલ બેગમાંથી માનવ અંગો મળી આવ્યા

By

Published : Jul 7, 2021, 12:49 PM IST

  • ટ્રાવેલ બેગમાંથી મળ્યા માનવ અંગો
  • અજાણ્યા વ્યકતિનો મૃતદેહ મળી આવ્યો હતો
  • એક રીક્ષા ચાલકે ટ્રાવેલિંગ બેગને ઝાડીમાં ફેંકી દીધી હતી

ભરૂચઃ અંકલેશ્વર (Ankleshwar)નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અમરતપરા ગામ(AMRATPARA VILLAGE ) પાસે અવાવરૂ જગ્યામાં એક કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી શહેર પોલીસને મળી હતી. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં અજાણ્યા વ્યકતિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ભરૂચ: અંકલેશ્વરમાં ટ્રાવેલ બેગમાંથી માનવ અંગો મળી આવ્યા

આ પણ વાંચોઃ સુરતમાં મિત્રએ જ પોતાના મિત્રની કરી હત્યા (Murder)

હત્યારાઓએ મૃતદેહના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા

હત્યારાઓએ મૃતદેહના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. મૃતદેહના હાથ, ધડ સહિતના અંગો અલગ કરી બેગમાં ભરી તેનો અમરતપરા ગામ(AMRATPARA VILLAGE ) પાસે નિકાલ કરી દેવાયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરતા એક ટ્રાવેલ બેગ તથા કેટલાક કપડા મળી આવ્યા હતા. અજાણ્યો વ્યકતિ કોણ છે અને તેની કયા કારણોસર હત્યા કરવામાં આવી છે, તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

અંકલેશ્વરમાં ટ્રાવેલ બેગમાંથી માનવ અંગો મળી આવ્યા

આ પણ વાંચોઃMurder Case: ભરાપરમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા

ટ્રક ચાલકે શંકાસ્પદ રીક્ષા ચાલકની પોલીસને આપી માહિતી

રોહન વસાવા નામના ટ્રક ચાલક માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન એક રીક્ષા ચાલકે ટ્રાવેલિંગ બેગને ઝાડીમાં ફેંકી દીધી હતી. રોહન વસાવાએ બેગ ચેક કરતા અંદરથી માનવ અંગ મળી આવ્યા હતા. બાદમાં તેણે ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details