ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ, સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા

અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર આવેલી કડકીયા કોલેજ પાસે ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા. જેના પગલે વાહનવ્યવહાર મોટાપાયે પ્રભાવિત થયો હતો.

અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર
અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર

By

Published : Aug 18, 2020, 8:39 PM IST

ભરૂચ: જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગત 24 કલાકમાં અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વરમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક એક અઠવાડિયામાં બીજી વખત પાણી ભરાતા વાહનવ્યવહાર પણ મોટાપાયે પ્રભાવિત થયો હતો અને અંકલેશ્વરથી સુરત તરફ જતા વાહનોએ જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો હતો. કડકીયા સ્કૂલ કેમ્પસ પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

અંકલેશ્વરમાં ભારે વરસાદથી સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા

ABOUT THE AUTHOR

...view details