આ સાથે જ વિસ્તારનો માર્ગ પણ બિસ્માર બનતા વાહનચાલકો અને સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વેપારીઓની ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
ભરૂચની ગાંધી બજારમાં ઉભરાતી ગટર અને બિસ્માર માર્ગથી વેપારીઓ હેરાન - sewer'
ભરૂચઃ ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં આવેલા વર્ષો જુની ગાંધી બજારના વેપારીઓની હાલત કફોડી બની છે. ગાંધી બજારમાં નિયમિત સાફસફાઈ ન કરાતા ગટરનું દુષિત પાણી માર્ગ પર ફળી વળે છે. જેના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
Bharuch
ભરૂચની ફૂરજા ચાર રસ્તા વિસ્તારમાં આવેલ વર્ષો જુની ગાંધી બજારમાં ઉભરાતી ગટર અને બિસ્માર માર્ગના કારણે દુકાનદારોનાં વેપાર રોજગાર પર અસર થઇ રહી છે. દુકાનદારોના આક્ષેપ છે કે, આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓના પ્રશ્નનું નિરાકરણ આવતું નથી આથી તેઓએ આવનારા દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.