ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય તરીકેનો જે પગાર આવશે એ હું જનતાના કામો માટે ખર્ચ કરીશ: મનહર પરમાર - AAP leader Manhar Parmar

ભરૂચમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓમાં ભારે (Bharuch Assembly candidate) ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ નિવેદન આપ્યું હતું કે, મારો ધારાસભ્ય (Assembly candidate AAP leader) તરીકેનો જે કંઈ પણ પગાર આવશે એ હું ભરૂચની જનતાના કામો માટે ખર્ચ કરીશ.(Gujarat Assembly Election 2022)

ધારાસભ્ય તરીકેનો જે પગાર આવશે એ હું જનતાના કામો માટે ખર્ચ કરીશ : ઉમેદવાર
ધારાસભ્ય તરીકેનો જે પગાર આવશે એ હું જનતાના કામો માટે ખર્ચ કરીશ : ઉમેદવાર

By

Published : Nov 12, 2022, 2:32 PM IST

Updated : Nov 12, 2022, 4:17 PM IST

ભરૂચ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ભારે થનગનાટ (Bharuch Assembly candidate) જોવા મળી રહ્યો છે. ત્યારે ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવતા દરેક પક્ષ દ્વારા મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહર પરમાર જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાંથી મારા ભૂતકાળના કામો જોઈને મને ઉમેદવારી કરવાની તક આપી છે. ભૂતકાળમાં હું નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયો હતો, ત્યારબાદ નગરપાલિકાના તમામ વોર્ડમાં અપક્ષ તરીકે તમામ ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાં મને સફળતા મળી હતી. (Assembly candidate AAP leader)

AAPના ઉમેદવાર મનહર પરમાર સાથે ચૂંટણી લક્ષી વાતચીત

હું ભ્રષ્ટાચારીઓને છોડીશ નહીં વધુમાં મનહર પરમારે જણાવ્યું હતું કે, ભરૂચ વિધાનસભામાં 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. તેમ (Assembly seat in Bharuch) છતાં પણ જે કોઈ પણ કામો કરવામાં આવ્યા છે. તેમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. રોડ રસ્તાના કામ હોય ગટરના કામ હોય કે અન્ય કોઈ વિકાસના કામોમાં હર હંમેશના માટે ગેરરીતિ જોવા મળી છે. ભરૂચની જનતા જો મત આપીને મને વિધાનસભામાં મોકલશે તો આવનારા સમયમાં હું ભ્રષ્ટાચારીઓને છોડીશ નહીં. (Aam Aadmi Party in Bharuch)

પગાર જનતાના કામો માટે ખર્ચ કરીશ આમ આદમી પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું કે, દરેક કામોમાં હું જાતે નિરીક્ષણ (AAP leader Manhar Parmar) કરીશ અને સ્વખર્ચે એન્જિનિયર પણ હું રાખીશ જેથી કરીને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થાય નહીં અને મારો ધારાસભ્ય તરીકેનો પગાર આવશે એ હું ભરૂચની જનતાના કામો માટે ખર્ચ કરીશ. પ્રજાના વિકાસના કામોમાં જે પૈસા વાપરવાના હોય છે. તે ભાજપના લોકો પ્રજાની રેવડી પોતે જ ખાઈ જાય છે તેવા આક્ષેપો થાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. ત્યારે શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો ફ્રીમાં આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)

Last Updated : Nov 12, 2022, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details