ગણપત વસાવાએ વિવાદિત નિવેદનો આપતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગણતરી કુતરાના ગલુડિયા સાથે કરીને જણાવ્યું કે તે પૂંછડી પટપટાવે છે. પાકિસ્તાન અને ચીન રોટલી નાંખે તો પણ ઘણું.
ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી - MANSUKH VASAVA
ભરૂચ: ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે સભા યોજાઇ હતી. જે સભામાં ગણપત વસાવાએ એક બાદ એક વિવાદિત નિવેદનો આપ્યા હતા.
આ ઉપરાંત જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આદિવાસીની સરકાર છે અને એટલે જ કિસાન સન્માનનિધિ યોજના લઇ આવી છે. જેમાં પહેલા આદીવાસીઓને હોળી કરવા પ્રથમ હપ્તો આપ્યો અને હવે ચૂંટણી કરવા માટે બીજો હપ્તો આપ્યો છે. જેનો ચૂંટણીમાં બરાબર ઉપયોગ કરવાની સલાહ આપીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે ડેડીયાપાડામાં યોજાયેલી સભામાં કોંગ્રેસ અને BTPને આડે હાથે લીધા હતા. અને જણાવ્યું કે જંગલ જમીનની બાબતે BTP અને કોંગ્રેસવાળા બકવાસ કરે છે. ભાજપે આદિવાસીઓને જમીન આપી છે અને કોંગ્રેસ ઠાલા વચન આપે છે.