- વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો
- જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીઓ સામે આક્ષેપ
- સીએમને રજુઆત કરી સુરક્ષાની માગ કરાઈ
પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાને સતાવે છે હિંસક હુમલાનો ભય, CM પાસે કરી સુરક્ષાની માગ - ભરૂચ
પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરતા ચકચાર મચી છે. વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો છે.
ભરૂચઃ ભાજપમાંથી ચૂંટણી લડી પ્રધાન બનેલા અને ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ખુમાનસિંહ વાસીયાએ પોતાના પર હિંસક હુમલાનો ડર વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ખુમાનસિંહ વાસીયા દ્વારા સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો. ભરૂચના વાગરા તાલુકામાં જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં જીઆઈડીસીના અધિકારીઓની મિલી ભગતથી ગરીબ અને આદિવાસી ખેડૂતોને અંધારામાં રાખી મળતીયાઓને સસ્તા ભાવે જમીન આપી દઈ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો, ત્યારે હવે ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.