અંકલેશ્વર: જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલોથી વધુ અખાદ્ય માવા અને ફરસાણનો જથ્થાનો નાશ કર્યો હતો. હાલ લોક ડાઉનમાં મીઠાઇ, ફરસાણ અને માવા બનાવતી દુકાનો બંધ હાલતમાં છે, ત્યારે આ દુકાનોમાં અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખની સૂચનાને પગલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર રઘુવીરસિંહ મહીડા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ભરૂચના ડેઝીગનેટેડ ઓફિસર આર વલ્વી સહિતના અધિકારીઓએ મીઠાઈ, ફરસાણ અને દૂધ- માવાની બનાવટોનું વેચાણ કરતી દુકાનો અને ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
અંકલેશ્વરમાં ફૂડ વિભાગે 500 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો નાશ કર્યો - અખાદ્ય માવા અને ફરસાણના જથ્થાનો નાશ કર્યો
સમગ્ર દેશમાં જ્યા કોરોનાને લઇ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે અમુક વેપારીઓ પોતાની દુકાનો ચાલુ રાખીને ગ્રાહાકોને વધુ ભાવમાં વસ્તુઓ વહેચી રહ્યાં છે. આ વચ્ચે અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલોથી વધુ અખાદ્ય માવા અને ફરસાણના જથ્થાનો નાશ કર્યો હતો.
અંકલેશ્વરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 500 કિલોથી વધુ અખાદ્ય માવા અને ફરસાણના જથ્થાનો નાશ કર્યો
જ્યાં તપાસ દરમિયાન અંદાજીત 587 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થા ઉપર જંતુનાશક પાવડરનો છંટકાવ કરી યોગ્ય જગ્યાએ નાશ કર્યો હતો.