- નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા, ગોલ્ડન બ્રિજે નદીનું જળસ્તર ભયજનક સપાટીએ
- સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો
- હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક
- હાલ ડેમના 23 દરવાજા માંથી 8,13,599 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે
- નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા, વડોદરાના 52 ગામોને એલર્ટ
- ભરૂચમાં એક અને વડોદરામાં 1 ndrfની ટીમ તૈનાત કરાઈ
- ભરૂચનો ગોલ્ડન બ્રિજની સપાટી વધી 22.06 ફૂટ થઈ
- ગોલ્ડન બ્રિઝની આજુબાજુના ઝૂંપડપતિ વિસ્તારોને ખાલી કારાયા
- ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો, નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીના સ્તરમાં થયો વધારો
- ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજન સપાટી નજીક પહોંચ્યું
- જળસ્તર વૉર્નિંગ લેવલ વટાવી સપાટી 23 ફૂટે પહોંચી
- નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ, 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર
- નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિનો ભય ઉભો થયો છે.
ભરૂચ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના સિઝનમાં પ્રથમ વખત 23 દરવાજા ખોલી 5 લાખ કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા નદીની જળ સપાટી 16 ફૂટને પાર પહોંચી ગઇ છે.
નર્મદા નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે, ત્યારે નર્મદા નદીનું જળસ્તર 30 ફૂટને પણ પાર કરી જાય એવી સંભાવના છે. જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠાના 22 જેટલા ગામોમાં એલર્ટ અપાયું છે અને સ્થળાંતરની કામગીરી માટે કવાયત શરુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટીમાંથી 50 જેટલા લોકોનું તાજેતરમાં જ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, તો બીજી તરફ નદી કાંઠાના ગામોમાં રાહત અને બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.