ગુજરાત

gujarat

ETV Bharat / state

આ નદીમાં નહાવા જતા એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યાં

નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા હોવાની (Death of five members of family)ઘટના સામે આવી છે. જેમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યાં છે. એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે ફરવા આવ્યા હતા. તેઓ નદીમાં નાહવા જતા તમામ સભ્યો ડૂબી ગયા હતા.

માંડણ ગામે કરજણ નદીમાં નાહવા જતા એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બન્યા
માંડણ ગામે કરજણ નદીમાં નાહવા જતા એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બન્યા

By

Published : May 30, 2022, 5:08 PM IST

ભરૂચ: જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો ડૂબી જતાં જોલવા (Five members of family drowned in Mandan)ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. રવિવાર હોવાથી પરિવાર માંડણમાં કુદરતી સૌન્દર્યની મજા માણવા ગયેલા પરિવારના તમામ લોકો મોતને ભેટ્યા છે. ભરૂચ જિલ્લાના જોલવા ગામના (Karjan in Mandan village)એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે ફરવા આવ્યા હતા. તેઓ નદીમાં નાહવા જતા તમામ સભ્યો ડૂબી ગયા હતા.

આ પણ વાંચોઃપ્રાંતિજના સીતવાડા પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

એક જ પરિવારના 5 સભ્યોના મોત -જોકે રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જ્યારે અન્ય 4 વ્યક્તિઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે. જોલવા ગામના જતસિંહ બલવંતસિંહ પરમાર ( ઉ.વર્ષ 35 ) જીગતીશા જતસિંહ પરમાર ( ઉ.વર્ષ 32 ) પૂર્વરાજ જતસિંહ પરમાર ( ઉ.વર્ષ 8 ) વિરપાલસિંહ પરબત સિંહ ચૌહાણ ( ઉ.વર્ષ 27 ) તથા ખુશી સંગીતા વિરપાલસિંહ ચૌહાણ ( ઉ.વર્ષ 24 ) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નીહાળવા માટે આવ્યા હતા.

આ પણ વાંચોઃગીરસોમનાથ: શીંગવડા નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબ્યો, શોધખોળ શરૂ

NDRF દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ -અસહ્ય ગરમીને કારણે તેઓ નદીમાં નહાવા પડ્યા હતા. પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા લાગ્યા હતા. જો કે નજીકમાં એમની 2 બાઈક અને ચપ્પલ પડેલા જોઈ અમુક લોકો ડૂબી ગયા હોવાનું ગ્રામજનોને લાગ્યું હતું. રાજપીપલા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે મહા મુસીબતે જીગીશા જનકસિંહ પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો. અંધારું થઈ જતાં એમણે પણ શોધખોળ બંધ કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજની પણ રાજપીપલા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. આજે NDRF દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details