- અંકલેશ્વરના દિવા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ
- એક્સપ્રેસ વેની કામગીરી અટકાવી નોંધાવ્યો વિરોધ
- 2011 મુજબનું વળતર આપવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં રોષ
ભરૂચઃ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વડોદરા-મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. જે માટે મોટા ભાગની જમીનનું સંપાદન પણ થઇ ગયું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોની જમીન પણ આ એક્સપ્રેસ વે માં ગઈ છે. જેઓ કેટલાય વર્ષોથી વળતર માટે સરકાર સામે આશ લગાવીને બેઠા હતા. પરંતુ સરકારે આ ખેડૂતોને વર્ષ 2011ની જંત્રી મુજબ વળતર આપવાની જાહેરાત કરતા ખેડૂતો રોષે ભરાયા છે.