ભરૂચ: દિલ્હીના નિઝામુદ્દીનની મરકજ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલા ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે.
નિઝામુદ્દીનની મરકજમાં પહેલી માર્ચથી 23મી માર્ચ સુધી ધાર્મિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં દેશ તથા વિદેશમાંથી લોકોએ ભાગ લીધો હતો. મરકજમાં રોકાયેલા હજારો લોકો પૈકી 10 જેટલા લોકોના કોરોના વાયરસના કારણે મોત થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.
કોરોના કેહેેેર: નિઝામુદ્દીન મરકજમાં ગયેલાં, ભરૂચના 38 લોકોને કવોરોન્ટાઇન કરાયા ભરૂચ જિલ્લામાંથી પણ કેટલાક લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હોવાની વિગતો મળતા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી હતી. ભરૂચના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી.એસ. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેમની પાસે નિઝામુદ્દીન ગયેલાં 85 લોકોની યાદી આવી હતી અને તેમાંથી 32 નામ ડુપ્લીકેટ હતાં. પોલીસ વિભાગને સાથે રાખી 38 લોકોની ઓળખ કરી તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. બાકીના 13 લોકો દીલ્હીમાં છે જયારે બે લોકો યુપીના છે.
કોરોના કેહેેેર: નિઝામુદ્દીન મરકજમાં ગયેલાં, ભરૂચના 38 લોકોને કવોરોન્ટાઇન કરાયા ભરૂચ જીલ્લાના ક્યા તાલુકામાંથી કેટલા લોકો દિલ્હી ગયા હતા. તેના વિશે જણાવીયે તો ભરૂચમાંથી ૬ , અંકલેશ્વરમાંથી ૧૦, ઝઘ્દીયામાંથી ૧૭, આમોદ્માથી ૨, જંબુસરમાંથી ૨, અને વાગરામાંથી ૧ વ્યક્તિ દિલ્હી ગયો હોવાનું સામે આવ્યું છે.