ભરૂચ: જિલ્લામાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1250 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું
ભરૂચમાં બીપીએલ કાર્ડ વગરના જરૂરીયાતમંદોને તંત્ર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1250 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
etvbharat
રાજ્યમાં વસતા બી.પી.એલ., એ.પી.એલ અને અંત્યોદય સહિતના કાર્ડ વગરના લોકોને પણ જીવન જીવવા માટે અનાજ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજના શરૂં કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 1250 જેટલા જરૂરીયાતમંદ લોકોને આઈડેન્ટીફાઈ કરી તેઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ સીટી મામલતદાર રણજીત મકવાણા અને તેમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.