અંકલેશ્વરમાં કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા તંત્ર અને વેપારીઓનો મીની લોકડાઉનનો નિર્ણય - ઈટીવી ભારત
અંકલેશ્વરમાં કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા તંત્ર અને વેપારીઓએ મીની લોકડાઉનનો રાખવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી તમામ દુકાનો સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે અને શનિ-રવિ તમામ માર્કેટ બંધ રહેશે.
અંકલેશ્વરઃ અંકલેશ્વર શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઇ નાયબ કલેકટર સહિત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે વેપારીઓની તાત્કાલિક બેઠક યોજાઈ હતી. જેમાં અંકલેશ્વરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવાના પગલાં બાબતે વિસ્તૃત ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને અંતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતીકાલે સવારે ૭ કલાકથી બપોરે ૧ કલાક સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.તેમ જ ભીડ એકત્રિત થતી ઓછી કરવા શનિ અને રવિવારના રોજ તમામ દુકાનો સહિત માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.