ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ: અંકલેશ્વરમાં કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન - Unseasonal rains

અંકલેશ્વર પંથકમાં ગતરાતથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાને પગલે ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તો લગ્નની સિઝનમાં પણ વરસાદ વિઘ્ન બન્યો છે.

કમોસમી વરસાદ
કમોસમી વરસાદ
author img

By

Published : Dec 11, 2020, 5:25 PM IST

  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન
  • માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો
  • લગ્નની સિઝનમાં પણ વરસાદ વિઘ્ન બન્યો

અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ગતરાતથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાને પગલે ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તો લગ્નની સિઝનમાં પણ વરસાદ વિઘ્ન બન્યો છે.

in article image
અંકલેશ્વરમાં કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસ્યો

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે. અંકલેશ્વરમાં ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વર પંથકમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદે અનેક લોકોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદના પગલે અંકલેશ્વર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં બોર, તુવેર જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. શિયાળાની મોસમમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાથે જ અંકલેશ્વર પંથકમાં લગ્નની મોસમ પુરજોશમાં છે. ત્યારે ગતરાતથી વરસી રહેલા વરસાદે અનેક લગ્નોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. અનેક લગ્નના આયોજકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર પંથકમાં ખબકેલા વરસાદના પગલે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details