ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં શનિવારથી કોરોના રસીકરણ કામગીરી શરુ - Bharuch news

સમગ્ર વિશ્વને બાનમાં લેનાર મહામારી કોરોનાના અંતનો પ્રારંભ થઇ ગયો છે. દેશમાં કોરોનાની રસીને મંજૂરી મળ્યા આજે શનિવારે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લામાં 3 સ્થળોએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

Corona vaccination
Corona vaccination

By

Published : Jan 16, 2021, 11:11 PM IST

  • ભરૂચ જિલ્લામાં શનિવારથી કોરોના રસીકરણની કામગીરી શરુ
  • જીલ્લામાં ૩ સ્થળોએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા
  • ભરૂચ ખાતે ધારાસભ્ય તેમજ જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ

ભરૂચ: કોરોના સામેની લડતમાં સરકાર દ્વારા બે રસીને મંજુરી આપવામાં આવી છે. ત્યારે આજે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશને સંબોધિત કર્યા બાદ વિવિધ જિલ્લાઓમાં રસીકરણનો આરંભ કરવામાં આવ્યો. ભરૂચમાં સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ, જીલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયા, પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ, જીલ્લા ભાજપાના પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. અને ત્યાર બાદ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો.

આમોદ તથા વાગરા ખાતે પણ સેન્ટર ઉભા કરવામાં આવ્યા

જીલ્લામાં ૩ સ્થળોએ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ભરૂચ ઉપરાંત આમોદ તથા વાગરા ખાતે સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં દરેક સેન્ટર ઉપર 100 જેટલા આરોગ્ય કર્મીઓને રસી મુકવામાં આવશે. જીલ્લામાં 12 હજાર 480 રસી આવી છે. જે તબક્કાવાર મુકવામાં આવશે. ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં આ રસી ખુબ મહત્વની સાબિત થશે.
સૌપ્રથમ રસી મુકાવનાર આરોગ્ય કર્મીઓએ તેમજ તબીઓએ પણ પ્રજાજોગ અપીલ કરી હતી.

રસી મુકાવનાર તબીબોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા

ભરૂચમાં સો પ્રથમ રસી મુકાવનાર ડો.દુષ્યંત વરિયા, ડો.ભાવના શેઠ અને આરોગ્યકર્મચારીઓએ જણાવ્યુ હતું કે કોરોનાની રસી એકદમ સુરક્ષિત છે અને તેની કોઈ આડ અસર જણાતી નથી. તેઓએ આ રસી મૂકવવા પ્રજાજોગ અપીલ પણ કરી હતી. આ રસી મુકવ્યા બાદ તબીબો અને આરોગ્ય કર્મચારીઓને અડધો ક્લાક સુધી નિરીક્ષણરૂમમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે તેઓને રસીની કોઈ આડ અસર થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details