ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં 8 કર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય સેવા શરૂ કરવા માગ ઉઠી - ભરૂચ સિવિલ હોસ્પિટલ

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં 8 કર્મીઓનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા શરૂ કરવા માગ કરી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં 8 કર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ,આરોગ્ય સેવા શરૂ કરવા માગ ઉઠી
ભરૂચ સિવિલ હોસ્પિટલનાં 8 કર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ,આરોગ્ય સેવા શરૂ કરવા માગ ઉઠી

By

Published : Apr 22, 2020, 3:47 PM IST

ભરૂચઃ ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા શરુ કરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યકર્મીઓની ભરતી કરવાની માગ કરી હતી.

ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યના CM વિજય રૂપાણીને પત્ર લખી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા શરુ કરવા માગ કરી છે. જેમાં તેણે હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવા બંધ છે તેને તાત્કાલિક શરુ કરવાની માગ કરી છે. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોકટર, નર્સ સહિતના આરોગ્ય સ્ટાફની ભરતી કરવાની માગ કરી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં 8 કર્મીઓનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં OPD સહિતની સેવા બંધ છે. જેને પુન:શરુ કરવા છોટુ વસાવાએ માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details