- ભરૂચમાં સેકન્ડ વેવમાં કોરોના વધુ ઘાતક બન્યો
- તંત્રના ચોપડે મૃત્યુ આંક માત્ર 33
- કોવિડ પ્રોટોકોલના આધારે અત્યાર સુધી 545 મૃતકોના અંતિમ સંસ્કાર
- ભરૂચ જિલ્લામાં 19 દિવસમાં 349 કેસ
ભરૂચ: સેકન્ડ વેવમાં કોરોના જાણે વધુ ઘાતક પુરવાર થઈ રહ્યો છે. ભરુચ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તારીખ 8 એપ્રિલ 2020ના રોજ નોંધાયો હતો, ત્યારે લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આમ છતા સ્થિતિ એની એ જ છે બલ્કે વધુ ભયંકર બની રહી હોવાનું લાગી રહ્યું છે. કોરોનના પ્રથમ રાઉન્ડમાં સંક્રમિતોની સંખ્યા વધી હતી, ત્યાર બાદ કેસમાં ઘટાડો નોધાયો હતો. પરંતુ કોરોના હવે વધુ તેજ રફતારથી આગળ વધી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોનાએ બાઉન્સ બેક માર્યું છે અને છેલ્લા 19 દિવસમાં તો સ્થિતિ વધુ વણસી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 19 દિવસમાં કોરોનાના રોજના સરેરાશ 18 કેસ નોધાય રહ્યાં છે અને 19 દિવસમાં કુલ 349 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો :સુરતમાં અધિક પોલીસ કમિશનર અને ધારાસભ્ય કોરોના પોઝિટિવ
કઈ તારીખે કેટલા કેસ
- 15 માર્ચ -14 કેસ
- 16 માર્ચ -13 કેસ
- 17 માર્ચ-17 કેસ
- 18 માર્ચ- 13 કેસ
- 19 માર્ચ 12 કેસ
- 20 માર્ચ-14 કેસ
- 21 માર્ચ-12 કેસ
- 22 માર્ચ-15 કેસ
- 23 માર્ચ-21 કેસ
- 24 માર્ચ-18 કેસ
- 25 માર્ચ-23 કેસ
- 26 માર્ચ-21 કેસ
- 27 માર્ચ-22 કેસ
- 28 માર્ચ-19 કેસ
- 29 માર્ચ-17 કેસ
- 30 માર્ચ-13 કેસ
- 31 માર્ચ-28 કેસ
- 1 એપ્રિલ-29 કેસ
- 2 એપ્રિલ-28 કેસ
આરોગ્ય વિભાગ પ્રમાણે 33 મોત તો કોવિડ પ્રોટોકોલ અનુસાર 545 લોકોના અંતિમ સંસ્કાર
આમ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ભયંકર બનતી જઇ રહી છે. જોકે આ તો સરકારી આંકડા છે, પરંતુ ખાનગી લેબોરેટરીના આંકડા આનાથી વધુ ભયંકર છે. જિલ્લામાં સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 4123 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી 3864 લોકોએ કોરોનાને હરાવી સાજા થયા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સરકારી આંકડા અને ખાનગી આંકડાની જેમ મોતના આંકડામાં પણ મોટો તફાવત જોવા મળે છે. આરોગ્ય વિભાગ અનુસાર કોરોનના કારણે અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. પરંતુ કોવિદ સ્મશાનમાં કોરોનના પ્રોટોકોલ અનુસાર અત્યાર સુધી 545 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 3 દિવસમાં 22 લોકોના કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યાં છે.