ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, કુલ સંખ્યા 309 થઈ
રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભરૂયમાં પણ કોરાનોનો કહેર યથાવત છે. જિલ્લામાં રવિવારે વધુ 14 કેસ નોંધાતા કુલ આંક 309 પર પહોચ્યો છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, કુલ સંખ્યા 309 પર પહોચી
By
Published : Jul 5, 2020, 3:32 PM IST
ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતો જાય છે. રવિવારે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 309 પર પહોચી છે.
ભરૂચઃ2 મહિનામાં નોંધાયેલો કોરોનાનો આંક
16 જૂન 100 પોઝિટિવ કેસ
27 જૂન 200 પોઝિટિવ કેસ
1 જુલાઈ 250 પોઝિટિવ કેસ
5 જુલાઈ 300 પોઝિટિવ કેસ
ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ ટ્રીપલ સેન્ચુરી મારી છે. ભરૂચ જિલ્લામાં રવિવારે કોરોના વાઇરસના વધુ 15 કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 309 પર પહોચી છે.
ભરૂચ તાલુકામાં 9 જંબુસર તાલુકામાં 6 અને અંકલેશ્વર તાલુકામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવીડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ ખાનગી લેબોરેટરીમાં લેવાયેલા કોરોનાના કેસના સેમ્પલના પરિણામ હજૂ બાકી છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી રહ્યું છે, જેણે હવે બેલગામ ગતિ પકડી છે. રવિવારે જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા 3000ને પાર કરી ગઈ છેે.
આમ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં પ્રથમ 100 કેસ નોંધાતા 71 દિવસ, બીજા 100 કેસ થતા 11 દિવસ તો ત્રીજા 100 કેસ માત્ર 8 દિવસમાં નોંધાયા છે અને આ સિલસિલો હાલ યથાવત છે, ત્યારે લોકોએ હવે વધુ સાવચેત રહેવાની જરૂર છે..