ભરૂચઃ અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરના નિર્માણ કાર્યમાં પાવન સલીલામાં નર્મદાના જળ અને માટીનો ઉપયોગ થશે, ત્યારે ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જળ અને માટી અયોધ્યા મોકલવામાં આવ્યા છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં પાવન સલીલામાં નર્મદાના જળ અને માટીનો ઉપયોગ થશે
5 ઓગસ્ટના રોજ રામ મંદિરના કાર્યનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે. ત્યારબાદ રામ મંદિરના નિર્માણ કાર્યમાં પાવન સલીલામાં નર્મદાની માટી અને જળનો પણ ઉપયોગ થશે.
કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા પાવન નગરી અયોધ્યામાં ભાવ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરુ થવા જઈ રહ્યું છે. તારીખ 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના કાર્યનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે. ત્યારે રામ મંદિરના નિર્માણ કાર્યમાં પાવન સલીલામાં નર્મદાની માટી અને જળનો પણ ઉપયોગ થશે.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર દેશની પવિત્ર નદીઓના જળ અને માતો અયોધ્યા મોકલવામાં આવી રહી છે. ભરૂચ વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોએ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારેથી નર્મદા નદીના જળ અને માટી એકત્રિત કરી અયોધ્યા મોકલ્યા હતા. તારીખ 5 ઓગસ્ટ યોજાનાર ભવ્ય ભૂમિ પૂજન સમારોહમાં દક્ષિણ ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો પણ ભાગ લેશે.