- કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ કરશે આંદોલન
- વિવિધ સ્થળોએ જઈ નોંધાવાશે વિરોધ
- જિલ્લા કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ
ભરૂચઃ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ અંગેની માહિતી આપવા આજે મંગળવારે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ભરૂચ કોંગ્રેસ કરશે આંદોલન કાયદાનો સમગ્ર દેશમાં વિરોધ વંટોળ
કેન્દ્ર સરકાર દ્વારા 3 બિલ પાસ કરવામાં આવ્યાં છે. જેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા દિલ્લી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેની વ્હારે કોંગ્રેસ સમિતિ આવી છે. ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. જે અંગેની માહિતી આપવા આજે મંગળવારે કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી પત્રકાર પરિષદ આપવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા યોજાશે વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન
કોંગ્રેસે મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ, મંદિરોમાં રામધુન, 3 કાયદાઓની હોળી, ચાલો ગામડે જઇ સંવાદ સહિત આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો તાલુકા મથકે યોજવામાં આવશે અને આગામી દિવસોમાં કૃષિ કાયદાઓનો પ્રબળ વિરોધ કરવામાં આવશે.