છેતરપીંડી આચારનાર ગેંગના પાંચ સાગરીતો ઝડપાયા ભરૂચ:ભરૂચ જિલ્લાના આમોદના આછોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી 8 શખ્સોએ પોલીસની રેડનો સ્વાંગ રચી રોકડા 15 લાખ ખંખેરી લેવાના તેમજ વ્યારાના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી 50 લાખ પડાવી લેવાના મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 ભેજાબાજોને 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. અન્ય બેને વોન્ટેડ જાહેર કરી અટકાયત માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ભેજાબાજ ટોળકી સસ્તી કિંમતમાં સોદાના નામે લોકોને મિટિંગ માટે બોલાવી પોલીસ કે અન્ય સરકારી એજન્સીઓનો સ્વાંગ રચી દરોડાનો હાઉ ઉભો કરી ભોગ બનનારને ભગાડી મૂકતી હતી. આ લોકો ડીલના નામે કોરા ચેક લઈ બાદમાં તેને બાઉન્સ કરી કેસો કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા હતા.
પ્લાસ્ટિકના દાણાનો સોદો કરવા વેપારીને બોલાવ્યો પ્લાસ્ટિકના દાણાનો સોદો કરવા વેપારીને બોલાવ્યો:નડિયાદના પીપલગ ગામે રહેતા મૂળ રાજસ્થાની પ્રેમસિંગ રાજપુરોહિત બારદાનનો વ્યવસાય કરે છે. પ્રેમસિંગે આણંદના સુણાવ મોટી ભાગોળના પરિચિત મિત્ર પ્રકાશચંદ્ર પ્રજાપતિ સાથે રહી આમોદના આછોદ ગામે પ્લાસ્ટિકના દાણાનો સોદો કર્યો હતો. વેપારીને તેઓના મિત્રની ભરૂચના આમોદ તાલુકામાં આછોદમાં પ્લાસ્ટિકના દાણાની ફેકટરી હોવાનું કહ્યું હતું. આ લોકો સસ્તા ભાવે માલ અપાવવા માટે બાઇક ઉપર આછોદ આવ્યા હતા. આછોદના અન્ય ત્રણ ઠગો ખાલિદ, ઈમ્તિયાઝ અને હનીફ સાથે મુલાકાત કરાવી દાણાના સેમ્પલ બતાવ્યા હતા.
આ પણ વાંચોVadodara land grabbing case: 100 કરોડ સરકારી જમીન કૌભાંડ મામલે મુખ્ય આરોપી સંજયસિંહ પરમારના 2 દિવસના વધુ રિમાન્ડ મંજુર
હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિક્લ સર્વેલન્સ આધારે પ્રયત્નો:ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે આમ જનાતાના રૂપિયા ખંખેરતી ગેંગને વહેલી તકે ઝડપી પાડવા નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જંબુસર ડીવીઝન તથા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ભરૂચનાઓ જરૂરી સુચનાઓ આપેલી હતી. જે અનુંસંધાને ઉત્સવ બારોટ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી, ભરૂચના માર્ગદર્શન મુજબ આ છેતરપીંડી આચારનાર કુખ્યાત ગેંગને વહેલી તકે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ તથા આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. જે બંને ટીમો દ્વારા આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિક્લ સર્વેલન્સ આધારે પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ પણ વાંચોRajkot News : એસ.ટી વર્કશોપમાંથી 45 બેટરી ચોરી કરનાર આરોપી ઝડપાયો
કેવી રીતે કરી હતી છેતરપિંડી?: એક કિલોના 70 રૂપિયા ભાવ નક્કી કરી વેપારીએ 45 ટન ખરીદવાની તૈયારી બતાવી હતી. કુલ 30 લાખ ઉપરાંતની કિંમત સામે 20 લાખ રોકડા અને બાકી 10 લાખ પેટે બે ચેક આપવાની દિલ નક્કી કરાઈ હતી. પ્લાસ્ટિકના દાણાની ડીલની નાણાંકીય લેતી-દેતી ચાલતી હતી ત્યાં જ પોલીસ આવી હોવાનું કહી સપ્લાયર નાસી ગયા હતા. વેપારી પાસે આવી કહેવાતા પોલીસે ઘરમાં આવી તમે અહીં બે નબરી ધંધા કરો છો તેમ કહી પ્રેમસિંગને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીના હાથમાં થેલીમાં રહેલા રોકડા 15 લાખ, બે કોરા ચેક અને આધાર કાર્ડની નકલ લઈ તેને ભગાડી મુક્યો હતો. આઠેય લોકોએ તેની સાથે પૂર્વ યોજિત ષડયંત્ર રચી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધવાઈ હતી.