- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ભાજપ દ્વારા ઉજવણી
- ભરૂચ શહેર ભાજપ દ્વારા બાળકોને બિસ્કિટ વિતરણ કરી કરાઈ ઉજવણી
- સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો
ભરૂચઃ શહેરમાં ભાજપ દ્વારા સેવા કાર્યના ભાગરૂપે ગરીબ બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો દ્વારા ગરીબ બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનોની બેદરકારી જોવા મળી હતી. બિસ્કિટ આપવા માટે બોલાવાયેલા બાળકોને માસ્ક પણ પહેરાવવામાં આવ્યા ન હતા, તો બાળકો વચ્ચે દો ગજની દુરી પણ રાખવામાં આવી ન હતી.