ભરૂચ : પશ્ચિમ વિસ્તારમાં સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ (principal raped student In Bharuch) ગુજારી નાપાસ કરવાની ધમકી આપતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રિન્સિપાલ વિરુદ્ધ પોસ્કો એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમ આચાર્ય રાકેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર ગુજાર્યો દુષ્કર્મ - ભરૂચમાં દુષ્કર્મ કેસમાં પ્રિન્સિપાલની ધરપકડ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શાળાના સ્કૂલના પ્રિન્સિપાલએ વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ (principal raped student In Bharuch) ગુજારી નાપાસ કરવાની ધમકી આપી હતી. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે પ્રિન્સિપાલ વિરુદ્ધ પોસ્કો એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધી પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી. Rape Case In Bharuch
પ્રિન્સિપાલ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કરી ધરપકડ :ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપાલ રાકેશ પરમારે વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યો હોવાની ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપાલ રાકેશ પરમાર ધોરણ 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ઉપર નાપાસ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીને અવારનવાર શારીરિક સંબંધ બાંધવા માટે નાપાસ કરવાની ધમકી વારંવાર આપતો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ તેની બહેનને કરતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાને લઈને પીડિતાની બહેન દ્વારા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી જેના અનુસંધાને પોલીસે સરસ્વતી સ્કૂલના નરાધમ આચાર્યની ધરપકડ કરીને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.