ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણ ફેલાતો રોકવા ભરૂચ પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા - Police play an important role

ભરૂચ જિલ્લામાં લોકડાઉનથી લઈને અત્યારસુધી કોરોના વોરીયર્સ તરીકે હરહંમેશા લોકોની સેવા, સુરક્ષા અને સુખાકારીમાં ભરૂચ જિલ્લા પોલીસે કોરોના સંક્રમણને રોકવામા મહત્વની ભુમિકા નિભાવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કાયદાની મર્યાદામાં રહીને પ્રજાની સુખાકારી માટે કયારેક લાલ આખ પણ કરી છે, તેમજ મુશ્કેલીમાં મુકાયેલા નાગરીકો માટે માનવીય અભિગમ પણ દાખવ્યો છે. ભરૂચ જિલ્લામાં લોકડાઉનથી આજદિન સુધી તેમજ રાત્રી કરફ્યૂં જાહેર થયા બાદ ભરૂચ જિલ્લામાં સરકારની ગાઇડ લાઇનનું પાલન નહી કરનારા બેજવાબદાર વ્યક્તિઓને કારણે પોલીસ પણ સંક્રમણનો ભોગ બની રહી છે.

કોરોના સંક્રમણ ફેલાતો રોકવા ભરૂચ પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા
કોરોના સંક્રમણ ફેલાતો રોકવા ભરૂચ પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા

By

Published : Apr 12, 2021, 7:23 PM IST

  • પોલીસે અત્યાર સુધી જાહેરનામા ભંગના 3934 ગુના દાખલ કર્યા
  • પોલીસે રૂપિયા 1.89 કરોડનો દંડ વસૂલ્યો
  • જિલ્લામાં અત્યાર સુધી 111 પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા

ભરૂચઃ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે પોલીસે મહત્વની ભુમિકા નિભાવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કાયદાની મર્યાદામાં રહીને પ્રજાની સુખાકારી માટે કયારેક લાલ આખ પણ કરી છે, તેમજ મુશ્કેલીમાં મુકાયેલા નાગરીકો માટે માનવીય અભિગમ પણ દાખવ્યો છે. રાત્રી કરફ્યૂં જાહેર થયા બાદ ભરૂચ જિલ્લામાં સરકારની ગાઇડ લાઇનનું પાલન નહી કરનારા બેજવાબદાર વ્યક્તિઓને કારણે પોલીસ પણ સંક્રમણનો ભોગ બની રહી છે.

ભરૂચ પોલીસ

આ પણ વાંચોઃભરૂચઃ લોકડાઉનના પગલે શહેરમાં પોલીસે ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું

હેરનામાના ભંગ બદલ કુલ 4224 કેસ નોંધાયા

IPC કલમ -188 મુજબ કુલ 3924 કેસ, જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક નહR પહેરતા તેમજ જાહેરમાં થુંકવા અંગે પકડેલા 35,332 વ્યકિતઓ પાસેથી કુલ દંડ રૂપિયા 1,89,40,700 વસૂલ કર્યો છે. માસ્ક ન પહેરનારા વ્યકિતઓને ભરૂચ જિલ્લા પોલીસ તરફથી 1015 માસ્ક વિતરણ પણ કરાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -2005 હેઠળ જાહેરનામાના ભંગ અનુસંધાને 51 કેસ કરવામાં આવ્યા, કરફ્યૂં ભંગ બદલ 248 કેસ કર્યા છે, આમ ભરૂચ જિલ્લામાં વિવિધ જાહેરનામાનો અમલ કરાવવા બેજવાબદાર વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ તથા જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક નહિ પહેરતા તેમજ જાહેરમાં થુંકવા અંગે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ જાહેરનામાના ભંગ બદલ કુલ 4224 કેસ નોંધાયા છે.

કોરોના સંક્રમણ ફેલાતો રોકવા ભરૂચ પોલીસે નિભાવી મહત્વની ભૂમિકા

આ પણ વાંચોઃ કોરોના વાઇરસની ઈફેક્ટના પગલે ભરૂચ પોલીસ દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ

પોલીસ જવાનો પણ સંક્રમણનો ભોગ બન્યા

ભરૂચ જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટેની કામગીરી દરમિયાન આજ સુધીમાં ભરૂચ જિલ્લા પોલીસના 111 પોલીસ અધિકારી, જવાનો સંક્રમિત થયા છે. જેમાંથી 5 પોલીસ જવાનો પોતાની ફરજ દરમિયાન શહીદ થયા છે, અને હાલમાં 32 પોલીસ અધિકારી, કર્મચારીઓ સારવાર લઇ રહ્યા છે. આ કોરોના કાળ દરમિયાન પોલીસ નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતી હોવા છતા કેટલાક અસામાજીક તત્વો પોલીસની નકારાત્મક છાપ ઉભી કરવા માટે પ્રયત્નો કરે છે, આવી નકારાત્મક છાપ ઉભી કરતા ઇસમો વિરૂદ્વ એપીડેમીટ એકટ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને અન્ય કાયદાની જોગવાઈ હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details