ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2021, 5:06 PM IST

Updated : Apr 13, 2021, 8:04 PM IST

ETV Bharat / state

સાંસદ મનસુખ વસાવાએ જંબુસરમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની માગ સાથે આરોગ્ય પ્રધાનને લખ્યો પત્ર

ભરૂચ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર થઇ રહી છે, પરંતું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની સરકારી હોસ્પિટલમાં વહીવટી તંત્રએ સૂચના આપ્યા છતાં આજસુધી કોવિડ-19ની સારવાર શરૂ કરી નથી. જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે, પરંતું સરકારી હોસ્પિટલમાં સારવાર થતી નથી. આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર લખ્યો હતો.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર

  • જંબુસર સરકારી હોસ્પિટલના તબીબ પર કર્યો ગંભીર આક્ષેપ
  • સાંસદને કોઈએ ગેરમાર્ગે દોર્યા હોવાનું લાગે છે: તબીબ
  • વડોદરા ઝોનમાં સૌથી સારી કામગીરી જંબુસર સરકારી હોસ્પિટલમાં થાય છે

ભરૂચઃ ETV Bharat દ્વારા જંબુસર સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડટ ડો. એ.એ.લોહાણીનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે, વડોદરાની જે ખાનગી હોસ્પિટલ છે, એ તેમના સાળા સંચાલન કરે છે. એમાં તેઓનું કોઈ યોગદાન નથી. સાંસદ મનસુખ વસાવાને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. બાકી વડોદરા ઝોનમાં સૌથી સારી કામગીરી જંબુસર સરકારી હોસ્પિટલમાં થાય છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર

આ પણ વાંચોઃમોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ

જંબુસર સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર શરૂ કરવામાં આવે

પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, જંબુસરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પોતાની ખાનગી સ્નેપ હોસ્પિટલ વડોદરા ખાતે ચલાવે છે. આ ડોક્ટરને સરકારી હોસ્પિટલ ચલાવવામાં રસ નથી, પરંતું ખાનગી હોસ્પિટલ ચલાવવામાં રસ છે. જંબુસર સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે.

Last Updated : Apr 13, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details