ભરુચઃ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી લોકડાઉનના સમયમાં બી.ટી.પી.શાસીત તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ કર્યા છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો પત્ર - વિજય રુપાણી
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસને લીધે લોકડાઉન લાદવામાં આવ્યું છે, ત્યારે આ સમયમાં બી.ટી.પી. શાસીત તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચારને લઇને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય પ્રધાન વિજય રુપાણીને પત્ર લખ્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાં અનુસાર ભરૂચ જિલ્લા પંચાયત કોંગ્રેસ અને બી.ટી.પી.શાસીત છે તો ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ તાલુકા પંચાયતોમાં બી.ટી.પીનું શાસન છે. ત્યારે વિવિધ યોજનાનો લાભ આદિવાસીઓને મળવો જોઈએ, પરંતુ અધિકારીઓ અને બી.ટી.પીનાં પદાધિકારીઓના મેળા પીપણામાં લોકડાઉનના સમયમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આથી આ ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે.
સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર બાબતે યોગ્ય તપાસની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને માગ કરી છે.