ભરૂચના કોલેજ રોડ પર આવેલ ઈલોરા પાર્કમાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્રભાઈ ગાંધી તેમનું મકાન બંધ કરી પરિવારજનો સાથે બપોરના સમયે બહાર ગયા હતા, આ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને કબાટમાંથી રૂપિયા ૧ લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
ભરૂચના ઈલોરા પાર્કના મકાનમાંથી ધોળે દિવસે ૧ લાખની ચોરી, ચોર થયો CCTVમાં કેદ - ઈલોરા પાર્ક
ભરૂચ: શહેરના કોલેજ રોડ પર આવેલ ઈલોરા પાર્કના એક મકાનમાંથી ધોળે દિવસે રૂપિયા ૧ લાખની ચોરી થઇ હતી, જો કે ચોરી કરતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
ભરૂચના ઈલોરા પાર્કના મકાનમાંથી ધોળે દિવસે ૧ લાખની ચોરી, ચોર થયો CCTVમાં કેદ
જો કે મકાનમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ થયો હતો. સીસીટીવી કેમેરામાં તસ્કરની કરતુત સ્પષ્ટ નિહાળી શકાય છે. બનાવ અંગે ભરૂચ સી ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે.