ગુજરાત

gujarat

ETV Bharat / state

Bharuch Crime:સામાન્ય વાતમાં આધેડની હત્યા કરવામાં આવી, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ - Murder case bharuch police station

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે હોળી ચકલામાં સામાન્ય વાતચીત દરમિયાન માથાકુટ થતા એક શખ્સે આધેડની પથ્થરના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. હત્યા કરીને શખ્સ ફરાર થઈ જતા પોલીસે ટીમ તૈયાર કરીને આરોપીને પકડવા માટેના પગલાં લીધા છે. આ કેસમાં એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે.

Bharuch Crime:સામાન્ય વાતમાં આધેડની હત્યા કરવામાં આવી, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Bharuch Crime:સામાન્ય વાતમાં આધેડની હત્યા કરવામાં આવી, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

By

Published : May 4, 2023, 9:24 AM IST

Bharuch Crime:સામાન્ય વાતમાં આધેડની હત્યા કરવામાં આવી, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

અંકલેશ્વરઃઅંકલેશ્વરના સંજાલી ગામે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં એક શખ્સ ની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. હત્યારો હત્યા કરી ફરાર થતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. ઉશ્કેરાયેલા શખ્સે એક 50 વર્ષીય આધેડ ઉપર પથ્થર વડે હુમલો કરતા તેને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી એનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે હત્યારા વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આ કેસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ પોલીસ સ્પષ્ટતા કરશે.

આ પણ વાંચોઃ Surat Crime : સુરતમાં સોનાના વેપારીને આવી રીતે છેતરી ગઇ ગેંગ, 66.55 લાખનો ચુનો લગાવી

કોણ છે મૃતકઃમૂળ યુપી ના 50 વર્ષીય રામઆશરે બિંદ અને સંજાલી તાલુકામાં આવેલે હોળી ચકલા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિની હત્યા થઈ છે. ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે તારીખ 2ના રોજ મોડી સાંજે બંન્ને વચ્ચે વાતચીત દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ભોલા કુમાર પ્રસાદે રામઆશરે બિંદને મોઢા તથા માથાના ભાગે પથ્થર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પછી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે રામઆશરેના પરિવારજનો અને આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રામ આશરે બિંદને નજીકમાં આવેલી ખરોડ ગામની વેલકેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ ફરિયાદ થઈઃઆ બનાવ અંગેની જાણ પાનોલી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતક રામઆશરેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી હત્યારા ભોલા પ્રસાદને ઝડપી પાડવા ડોગસ્કોર્ડની મદદ લીધી હતી. પાનોલી પોલીસે ભોલા પ્રસાદ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડના કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અંકલેશ્વર તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હત્યા, લૂંટફાટ, બળાત્કાર જેવા ગુનાઓમાં આરોપીઓ પરપ્રાંતિય લોકો જ હોય છે.

આ પણ વાંચોઃ Chardham QR code: ભક્તોની આસ્થા સાથે રમત, બદ્રીનાથ-કેદારનાથમાં QR કોડના હોર્ડિગ લગાવીને કરાઇ છેતરપિંડી

પગલાં લેવાની જરૂરઃ યુપી બિહારથી રોજગારીના કામકાજ અર્થે અહીં આવીને વસવાટ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે અને આ ઝઘડાઓને લઈને હત્યાના બનાવો બને છે. અંકલેશ્વરમાં અગાઉ પણ ત્રણથી ચાર હત્યાના બનાવો બની ચૂક્યા છે. આ હત્યાઓ રોકવા માટે પોલીસ દ્વારા પરપ્રાંતિય વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને પરપ્રાંતીઓના ગુના સંબંધિત માહિતીઓ ભેગી કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરે તો હત્યા લૂંટફાટ બળાત્કાર અને નશાના કારોબારને અટકાવી શકાશે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details