અમદાવાદના વેપારી ભરુચમાં લૂંટાયા ભરુચ : ભરૂચના નબીપુરથી ઝનોરના માર્ગે સોનાની વેપારી પોતાની ફોરવિલ ગાડી લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન બે ફોરવીલ ગાડી આવી અને સોના ના વેપારીની ગાડીને આંતરી લીધી હતી અને ત્યાર બાદ 5 જેટલા બંદૂકધારી લૂંટારૂઓએ બંદૂકની અણીએ 2 કિલો સોનું અને 4 લાખ જેટલી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ સોનાના વેપારીની ગાડીની ચાવી પણ લૂંટારા લઈને પલાયન થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અમદાવાદના માણેકચોકના સોનાના વેપારીની ફરિયાદ સાંભળીને પોલીસ લૂંટારાઓનું પગેરું સોધવા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લૂંટારાઓએ આંતરી લીધા : નબીપુરથી ઝનોર રોડ ઉપર બનેલી લૂંટની ઘટનામાં સોનીને 2 કાર ચાલકોએ લૂંટ્યો હતો. બુકાનીધારી ઈસમો 2 ગાડીઓ લઈને આવી સોનીને ઘેરી સોનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. સોની નબીપુર તરફથી સામલોદ તરફ જતા આગળથી એક ગાડી તેમજ એક ગાડી પાછળ ઊભી રાખી લૂંટારાઓએ આંતરી લઇને લૂંટ કરી હતી. 2 ગાડીઓમાં 5 જેટલા ઈસમો પિસ્તોલની અણીએ 3 થી 4 લાખ રોકડ તેમજ 2 કિલો સોનું તેમજ મોબાઇલની લૂંટ કરી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી: સોની પાસેથી સોનું તેમજ મોબાઇલ તેમજ ગાડીની ચાવી પણ લૂંટારાઓએ લઇ લીધી હતી. લૂંટની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ભરૂચના નબીપુરથી ઝનોર રોડ ઉપર કરોડો રૂપિયાની કિંમતના સોનાની લૂંટની આ ઘટના સામે આવતાં વિસ્તારના સોની વેપારીઓમાં સોપો પડી ગયો હતો.
આશરે 1.20 કરોડના સોનાની કિંમત : ભરૂચના નબીપુરથી ઝનોરના માર્ગે સોનાની વેપારી પોતાની કાર લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન બે ગાડી આવી અને સોનાના વેપારીની ગાડીને આંતરી લીધી હતી અને ત્યાર બાદ 5 જેટલા બંદૂકધારી લૂંટારૂઓએ બંદૂકની અણીએ 2 કિલો સોનું અને 4 લાખ જેટલી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ સોનાના વેપારીની ગાડીની ચાવી પણ લૂંટારો લઈને પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સોનાના વેપારીની ફરિયાદ સાંભળીને પોલીસ લૂંટારૂઓનું પગેરું સોધવા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે
- Ahmedabad Crime: મિત્ર સાથે મળી આંગડિયા કર્મીએ કરાવી 50 લાખની ચિલઝડપ, આ રીતે ઉકેલાયો ભેદ..
- Ahmedabad Loot Case: સી.જી રોડ પર 50 લાખ ભરેલી બેગની ચિલઝડપ, આરોપી કેમેરામાં કેદ