ભરૂચ/પાનોલી: આલુંજ ગામના મસ્જીદ ફળિયામાં રહેતો આશીફ અબ્દુલ સુલેમાન જોગીયાત, સુલેમાન ઈકબાલ જોગીયાત અને સલમાન સઈદ અહેમદ કાલુ દિવાનને પોલીસે ઝડપી પાડી પાડ્યા હતા. પોલીસે જાહેર કરેલી વિગતના આધારે પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળમાં ચાલતું ગૌવંશનુ કતલખાનું ઝડપી પાડ્યું હતું. જેમાં તેઓ આરોપી હતા. એમની પાસેથી 260 કિલો ગૌમાસ અને 31 ગૌ વંશોને મુક્ત કરાવી હતી.
ત્રણ ઈસમોની ધરપકડઃ પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી 260 કિલો ગૌમાસ અને 31 ગૌ વંશોને મુક્ત કરાવી રૂપિયા 4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચામાં હાફેસ આદમ જોગીયાતના બાવળીવાલી પડતર જગ્યામાં ગૌ વંશનું કટિંગ ચાલી રહ્યું છે.
Baruch Crime: આલુંજ ગામની પાછળ આવેલી જગ્યામાંથી કતલખાનું ઝડપાયું, 3 શખ્સો પકડાયા - The slaughterhouse of cows was raided
પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળમાં ચાલતું ગૌવંશનુ કતલખાનું ઝડપી પાડ્યું.પાસેથી 260 કિલો ગૌમાસ અને 31 ગૌ વંશોને મુક્ત કરાવી.
પોલીસે દરોડા પાડ્યાઃ આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગૌ વંશનું કતલ કરતા આલુંજ ગામના મસ્જીદ ફળિયામાં રહેતો આશીફ અબ્દુલ સુલેમાન જોગીયાત, સુલેમાન ઈકબાલ જોગીયાત અને સલમાન સઈદ અહેમદ કાલુ દિવાનને ઝડપી પાડી પાડ્યા હતા. સ્થળ પરથી 260 કિલો ગૌ વંશ અને કતલ કરવાના ઈરાદે વાડામાં રાખેલ 12 ગાય, 5 બળદ અને 14 વાછરડી મળી 31 પશુઓને મુક્ત કરાવ્યા હતા.
તપાસ શરૂઃ પોલીસે સ્થળ પરથી એક પીકઅપ ગાડી અને બે બાઈક, કતલ કરવાના સાધનો તેમજ 3 ફોન મળી કુલ 4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી કતલખાનું ધમધમતું હોવાની વિગતો બહાર આવી રહી છે. અગાઉ બે મહિના પહેલા સંજાલી ખાતેથી ગૌવંશને કતલખાને લઈ જતા બોલેરો પીકપ ને પોલીસ અને ગૌરક્ષકના લોકો દ્વારા પકડી પાડવામાં આવે અને આઠ જેટલા ગૌવંશોને છોડાવવામાં આવેલ. પાનોલી ના વિસ્તારમાં હજી આવા કેટલા કતલખાનાઓ હશે તે તો પોલીસની તપાસમાં બહાર આવશે.
TAGGED:
Baruch Crime