ભરૂચ: શહેરના વાગરા તાલુકાના કોલવણાનો એક પરિવાર છેલ્લા ૧૦ વર્ષથી સાઉથ આફ્રિકામાં રહેતો હતો. કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે સાઉથ આફ્રિકા સ્થાયી થયા હતા. ત્યારે સાકીર પટેલ તેની પત્ની રોજમીના પટેલ અને તેમની નાની દીકરી કારમાં સવાર હતા. તે દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન ટાઉન ખાતે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.
દક્ષિણ આફ્રિકાના ડરબન ટાઉન અન્જીક માર્ગ અકસ્માતમાં ભરુચના પતિ-પત્નીનું મોત - દક્ષિણ આફ્રિકાના ડરબન ટાઉન
દક્ષિણ આફ્રિકાના ડરબન ટાઉન અન્જીક માર્ગ અકસ્માતમાં ભરુચના કોલવણા ગામના પતિ પત્નીનું મોત થયું છે. જ્યારે નાની બાળકીનો બચાવ થયો હતો.
દક્ષિણ આફ્રિકા
આ પણ વાંચો : ઉન્નાવ માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત, બાળકનો આબાદ બચાવ
કાર અચાનક પલટી જતા અકસ્માતમાં પતિ પત્નીને ગંભીર ઈજા પહોચી હતી. જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પતિ પત્ની બંનેનાં મોત નીપજ્યા હતા. જ્યારે નાની બાળકીનો બચાવ થયો હતો.અકસ્માતની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.