ભરૂચ: ભરૂચ નગર સેવા સદનના ખીચડી-કઢી કૌભાંડ અને મુલદ ડમ્પિંગ સાઈટ કૌભાંડ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચોમાસામાં પુરગ્રસ્તોને આપવામાં આવેલા ભોજનના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ છે, તો બીજી તરફ નગર પાલિકાના ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઈટ પર નાણાં લઈ રસાયણિક કચરો ઠલવાતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
ભરૂચ નગર સેવા સદનના કથિત કૌભાંડો સામે હલ્લાબોલ - ભરૂચના તાજા સમાચાર
ભરૂચ નગર સેવા સદનના કથિત કૌભાંડોના વિરોધમાં શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશોએ નગર પાલિકા કચેરી પર વિરોધ પ્રદર્શન કરી જવાબદારો સામે પગલા ભરવા માગ કરી હતી.
ભરૂચ નગર સેવા સદનના કથિત કૌભાંડો સામે હલ્લાબોલ
સોમવારે શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યાં હતા, ત્યારબાદ આગેવાનોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી જવાબદારો સામે કડક પગલા ભરવાની માગ કરી હતી.