ભરૂચઃ અંકલેશ્વર ખાતેથી વધુ એક ટ્રેન બિહારના ભાગલપુર ખાતે રવાના કરવામાં આવી હતી. જેમાં 1200 પરપ્રાંતીયોને વતન મોકલવામાં આવ્યા છે.
અંકલેશ્વર ખાતેથી વધુ એક ટ્રેન બિહારના ભાગલપુર રવાના કરાઈ લોકડાઉન પાર્ટ 3માં સરકારે પરપ્રાંતિયોને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી વધુ એક ટ્રેન બિહારના ભાગલપુર રવાના કરવામાં આવી હતી.
સોશિયલ ડીસ્ટન્સ સાથે કામદારોનું રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રીંનીગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેઓને ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા. પરપ્રાંતીયોને ફૂડ પેકેટ અને પાણી પણ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી અત્યાર સુધી 5 ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહાર રવાના કરવામાં આવી છે. જેમાં ભરૂચથી 2 અને અંકલેશ્વરથી 3 ટ્રેન રવાના કરાઇ છે. જેમાં 6 હજાર જેટલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવામાં આવ્યા છે.