- ભરૂચના કોવિડ સ્મશાનનો વધુ એક વિવાદ સામે આવ્યો
- કોવિડ સ્મશાનનો એક સપ્તાહ પૂર્વે કોન્ટ્રાકટ પૂર્ણ થયો
- માનવતાની દ્રષ્ટિએ મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી
- તંત્ર કોન્ટ્રાક્ટ રિન્યૂ કરે એવી માગ
ભરુચ- ભરૂચનું દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ગૃહ રહેણાક વિસ્તારમાં આવેલું છે. સ્થાનિક રહીશોના તંત્ર સાથે થયેલ ઘર્ષણ અને લાંબા વિવાદ બાદ ભરૂચમાં રાજ્યનું પ્રથમ એવું નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જેનું સંચાલન ધર્મેશ સોલંકી તથા તેઓની ટીમ કરે છે. તેઓ સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રતિ મૃતદેહ રકમ આપવાનો કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટ ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયો છે. જો કે આ સ્મશાનમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ મૃતદેહો આવી રહ્યાં છે. સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓના કોન્ટ્રાકટમાં સવારે 7 થી સાંજે 7 સુધીનો સમય છે, પરંતુ મૃતદેહો જે પ્રકારે આવી રહ્યાં છે તેના કારણે ઘણીવાર રાતે 12-1 વાગી જાય છે. જે લોકો આ કાર્ય સાથે સંકળાયેલા છે તેઓને મહેનતાણું પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું.
આ પણ વાંચોઃભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાન સુધી જવાના માર્ગના સમારકામ માટે લોકોની માગ
- માનવતાની દ્રષ્ટિએ અંતિમક્રિયાનું કાર્ય ચાલુ
હાલ કોરોનાનું સંક્રમણ ભલે ઓછુ થયું હોય પરંતુ દર બે ત્રણ દિવસના આંતરે એકાદ બે મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવે છે અને આ સ્વયંસેવકો માનવતાની દ્રષ્ટિએ આજે પણ મૃતદેહોની અંતિમ ક્રિયા કરી રહ્યાં છે. જો કે સંચાલક તથા ટીમ તેઓની માગ ઝડપથી સ્વીકારાય અને તંત્ર દ્વારા અંતિમ સંસ્કાર માટેની યોગ્ય સામગ્રી પૂરી પડાય તેવી આશા લગાવીને બેઠાં છે.