ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, વધુ 23 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના વધુ 23 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા વધીને 446 પર પહોચી છે અને ભાજપના નેતા જનક શાહને પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 23 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 23 કેસ નોંધાયા

By

Published : Jul 11, 2020, 5:15 PM IST

  • ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા
  • ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 9, જંબુસરમાં ૩, હાંસોટમાં 2 અને વાગરામાં 1 કેસ સામે આવ્યાં
  • કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 446 પર પહોચી

ભરૂચઃ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ રીતે આગળ વધી રહ્યું છે. જે હાલ પણ યથાવત રહ્યું છે. ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવીડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં શનિવારે 17 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. નોંધાયેલા નવા કેસની સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 446 પર પહોચી છે. ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર નગર સેવા સદનના નગર સેવક અને ભાજપના નેતા જનક શાહને પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details