ભરુચઃ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. ત્યારે જિલ્લામાં આજે કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ નોધાયા છે. ભરૂચ શહેરમાં 4 અંકલેશ્વરમાં 3, જંબુસરમાં 5 અને આમોદના કોરોના વાયરસનો 1 પોઝિટિવ કેસ નોધાતા દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ-19 જયાબહેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાનું હોટસ્પોટ બનેલ જંબુસર તાલુકા અને શહેરમાં કોરોનાના 91 કેસ નોંધાયા છે. તો ભરૂચ તાલુકા અને શહેર મળી કોરોના વાઈરસના 100 પોઝિટિવ કેસ નોધાયા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા
આજે 5 દર્દીને રજા આપવામાં આવી છે. આજે નવા નોંધાયેલા કેસની સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 276 પર પહોંચી છે. જે પૈકી 13 દર્દીના મોત નીપજ્યાં છે. જ્યારે અત્યાર સુધી 142 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. તો હજુ 121 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું હોટસ્પોટ બનેલ જંબુસર તાલુકા અને શહેરમાં કોરોનાના 91 કેસ નોંધાયા છે. તો ભરૂચ તાલુકા અને શહેર મળી કોરોના વાઈરસના 100 પોઝિટિવ કેસ નોધાયા છે.