ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરના નોટીફાઈડ એરિયામાં રહેણાંક વિસ્તારમાં લાગુ પડશે કુંડી વેરો - અંકલેશ્વર GIDC

અંકલેશ્વર નોટીફાઈડ એરિયા અંતર્ગત આવતા રહેણાક વિસ્તારના રહીશોએ હવે કુંડી વેરો ચૂકવવો પડશે. ઘર વપરાશના ગંદા પાણીને એસ.ટી.પી. સુધી લઇ જવા માટે રૂપિયા 50 થી 250 પ્રતિ માસ આ વેરો ઉઘરાવવામાં આવશે.

ankleshwar
અંકલેશ્વર

By

Published : Feb 7, 2020, 1:25 PM IST

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં નોટીફાઈડ એરિયા હેઠળ આવતા રહેણાક વિસ્તારનું ઘર વપરાશનું ગંદુ પાણી ડ્રેનેજ મારફતે એસ.ટી.પી સુધી લઇ જવામાં આવે છે. જોકે હાલ સુધી તેનો કોઈ વેરો વસુલવામાં આવતો ન હતો પરંતુ તેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે અને જાન્યુઆરી મહિનાથી રહેણાંક વિસ્તારમાં આવતા દરેકે કુંડી વેરો ચૂકવવો પડશે.

અંકલેશ્વરના નોટીફાઈડ એરિયામાં રહેણાંક વિસ્તારમાં લાગુ પડશે કુંડી વેરો

નોટીફાઈડ એરિયા દ્વારા પ્લોટના એરિયાના આધારે રૂપિયા 50થી 250 સુધીનો વેરો નિયત કરવામાં આવ્યો છે. તેના પર એક નજર કરીએ તો 1 રૂમ તેમજ 2 રૂમ રસોડા માટે રૂપિયા 50 પ્રતિ માસ, 3 અને 4 રૂમ રસોડા માટે રૂપિયા 70 પ્રતિ માસ, 100થી 250 મીટર રહેણાંક પ્લોટ માટે રૂપિયા 100, 250 થી 500 મીટર પ્લોટ માટે રૂપિયા 150 તથા 500 મીટરથી વધુ રહેણાકે પ્લોટ માટે રૂપિયા 250 પ્રતિ માસ ચુકવવા પડશે. આ ઉપરાંત દરેકે પોતાના પ્લોટમાં સેપ્ટિક ટેન્ક સ્વખર્ચે ફરજીયાત બનાવી પડશે. નોટીફાઈડ એરિયા દ્વારા મરામત અને જાળવણી કરવા હેતુ આ કુંડી વેરો લાગુ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details