પાનોલી GIDCમાં 7 માસના બાળકનું કમકમાટી ભર્યું મોત
કાનમાં ઈયરફોન નાખી જે.સી.બી.હંકારતા ડ્રાઈવરની ગંભીર બેદરકારી
ખાતર બનાવતી મેસર્સ પુષ્પા શાહ કંપનીમાં બની ઘટના
પાનોલી GIDCમાં 7 માસના બાળકનું કમકમાટી ભર્યું મોત
કાનમાં ઈયરફોન નાખી જે.સી.બી.હંકારતા ડ્રાઈવરની ગંભીર બેદરકારી
ખાતર બનાવતી મેસર્સ પુષ્પા શાહ કંપનીમાં બની ઘટના
અંકલેશ્વર: પાનોલી GIDCમાં આવેલા અને ખાતરનું ઉત્પાદન કરી મેસર્સ પુષ્પા શાહ કંપનીમાં મજુરી કામ કરતા મૂળ દાહોદના ગરબાડાના રહેવાસી મુકેશ બિલવાડના 7 માસનો પુત્ર ક્રીશ કંપનીના કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો. આ દરમિયાન માટી ભરવા આવેલા જે.સી.બી.ના ચાલકે મશીન બાળક પર ચઢાવી દેતા બાળકનું કચડાઈ જવાથી ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વધુમાં જણાવીએ તો નજીકમાં કામ કરતા શ્રમજીવીઓએ બુમાબુમ કરતા જે.સી.બી.નો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જ્યારે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ જે.સી.બી.ચાલક સામે ગુનો નોધી તપાસ શરુ કરી હતી.
અહીં મહત્વનું છે કે, જે.સી.બી. ચાલક કાનમાં ઈયર ફોન નાખી ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. દુર્ઘટના પૂર્વે નજીકમાં કામ કરી રહેલા શ્રમજીવીઓએ તેને જે.સી.બી.નજીક બાળક રમતો હોવાની જાણ પણ કરી હતી. જોકે, તેના કાનમાં ઈયર ફોન હોવાના કારણે તે સાંભળી શક્યો ન હતો અને જે.સી.બી બાળક પર ચઢાવી દીધું હતું.