- અંકલેશ્વરમાં વરસાદી પાણી ઓસર્યા
- વિવિધ વિસ્તારોમાં સ્થાનિકોએ જાતે જ સફાઈ શરુ કરી
- નગરપાલિકાની રાહ જોયા વિના સ્થાનિકો આગળ આવ્યા
ભરુચ : અંકલેશ્વર શહેરમા 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.ભારે વરસાદથી અંકલેશ્વરમાં લોકોના ઘરમાં અનેક સોસાયટી સહિત GIDCમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા.જેને પગલે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વરમાં વરસાદી પાણી ઓસર્યા બાદ લોકોએ જાતે જ સાફ અભિયાન શરુ કર્યું વરસાદના કારણે લોકોએ જાતે જ પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો. આજે વરસાદે સમગ્ર દિવસ દરમિયાન વિરામ લીધો હતો. ઉઘાડ નીકળતા સૂર્ય દેવના દર્શન થયા હતા.અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસર્યા હતા. પાણી ઓસરતાં જ લોકો એ જાતે જ સાફ સફાઈ અભિયાન શરુ કર્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકા સફાઈ અભિયાન શરુ કરે તે પહેલા લોકોએ ઝાડું હાથમાં લઇ પોતાનો વિસ્તાર સાફ કરી નાંખ્યો હતો. વરસાદના કારણે કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં આવેલ દુકાનોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું હતું.