ગુજરાત

gujarat

ETV Bharat / state

Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું

ઝઘડીયાની સાવન સિટી સોસાયટી મોટા કરારવેલ ગામ નજીકના પેટ્રોલ પંપ સામે નવજાત શિશુ મળી (Abandoned Newborn in Bharuch ) આવ્યું હતુું. 108ની ટીમ શિશુનો કબજો મેળવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં (Zaghadiya Civil Hospital) મોકલી આપ્યું હતું.

By

Published : Mar 9, 2022, 4:11 PM IST

Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પેટ્રોલ પંપની સામે નવજાત શિશુ મળી આવ્યું
Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પેટ્રોલ પંપની સામે નવજાત શિશુ મળી આવ્યું

ઝઘડીયાઃ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં દુનિયા વ્યસ્ત હતી ત્યારે એક માતૃત્વ ભૂલેલી મહિલાનો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.

બાળક મળ્યું ત્યારે તેના શરીર પર કીડીઓ ફરતી હતી

અહીં મળ્યું હતું શિશુ

નવજાત શિશુ ઝઘડીયાની જી.આઇ.ડી.સી નજીક આવેલા નાયર પેટ્રોલ પંપ પાસેની એક સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ પાસે બોરીંગના ઝૂંપડા નજીક ત્યજાયેલી હાલતમાં (Abandoned Newborn in Bharuch ) મળી આવ્યું હતું. આ શિશુ એકદમ (Newborn Baby Found)તાજું જન્મેલી હાલતમાં મળી આવ્યું હતું.

આ પણ વાંચોઃ પાટણમાં હારીજના માલસુંદમાંથી ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું

108ને મળ્યો કોલ

નવજાત શિશુ મળવા અંગે 108 (Zaghadiya 108 Ambulance Service)ઝાડેશ્વરને સવારે 9 વાગ્યે કોલ મળ્યો હતો.108ના પાયલોટ પંકજ રાણા અને ઇ.એમ.ટી નીલેશ ટાંક તાત્કાલિક લોકેશન પર દોડી ગયા હતાં. જ્યાં તેમને પેટ્રોલપંપ નજીકની સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ બહાર આવેલૈ એક બોરીંગના ઝૂપડા પાસે તાજું જન્મેલું બાળક (Abandoned Newborn in Bharuch ) પડેલું જોવા મળ્યું (Newborn Baby Found)હતું.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકને અપાશે દત્તક, બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતે આપી મંજૂરી

બાળક પર કીડીઓ ફરી રહી હતી

ત્યજેલા નવજાત શિશુના (Abandoned Newborn in Bharuch ) શરીર ઉપર કીડીઓ ફરતી જોવા મળી હતી. જેથી 108 કર્મીઓએ (Zaghadiya 108 Ambulance Service)બાળકની સફાઈ કરી તેને ઓક્સીજન સાથે તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ (Zaghadiya Civil Hospital)લાવ્યા હતાં. જયાં બાળકની હાલત (Newborn Baby Found) સારી છે. ઘટના અંગે ઝઘડીયા પોલીસે બાળકના માતાપિતાની શોધ આરંભી છે.

ABOUT THE AUTHOR

...view details