- ભરૂચના છેવાડાના બલેશ્વર ગામની આદિવાસી યુવતી રાજ્ય કક્ષાએ રમશે ક્રિકેટ
- ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી મળી
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં રમવાનું છે સ્વપ્ન
ભરૂચઃ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામની યુવતીનું ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી પામતા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.
બલેશ્વર ગામની યુવતી રાજય કક્ષાએ રમશે ક્રિકેટ
ઝઘડીયા તાલુકાના નાનકડા એવા બલેશ્વર ગામે રહેતા ચંદ્રકાંત વસાવાની પુત્રી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી પામી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે મુસ્કાન વસાવાનું નામ જાહેર થતાં જ પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો. મુસ્કાન બી.એસ.સી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
બલેશ્વર ગામની આદિવાસી યુવતી રાજ્ય કક્ષાએ રમશે ક્રિકેટ પિતાએ ખેતરમાં ક્રિકેટ માટે પીચ બનાવી
પિતા ચંદ્રકાંત વસાવાએ બલેશ્વર ગામ ખાતે ક્રિકેટ સ્ટેડિયમ ઊભું કર્યું છે અને ખેતરમાં પીચ બનાવી છે. જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી અનેક ખેલાડી અહીં પ્રેક્ટિસ કરવા આવે છે. તાજેતરમાં ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પણ બલેશ્વર ગામની મુલાકાત લીધી હતી. મુસ્કાન વસાવાએ આ સ્થળે પહોંચવા આકરી પ્રેક્ટિસ કરી હતી, ત્યારે મુસ્કાનનું ભારતીય મહિલા ક્રિકેટ ટિમમાં સામેલ થવાનું સપનું છે. દિકરીની રાજ્ય કક્ષાએ પસંદગી થતાં ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.