ભરૂચ: ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એવા સમયે શહેરના સ્ટેશન રોડ પર આવેલા સુપર માર્કેટમાં નગર સેવા સદન દ્વારા મુકવામાં આવેલી કચરા પેટીમાંથી PPE કીટ મળી આવી હતી. જેના દ્વારા સંક્રમણ ફેલાવવાના ડરે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તંત્ર આ બાબતે તપાસ કરી બેદરકારી દાખવનારા લોકો સામે પગલા ભરે એ જરૂરી છે.
ભરૂચના સુપર માર્કેટ નજીક કચરા પેટીમાંથી PPE કીટ મળી, લોકોમાં ભયનો માહોલ - Bharuch Station Road
ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એવા સમયે શહેરના સ્ટેશન રોડ પર આવેલા સુપર માર્કેટમાં નગર સેવા સદન દ્વારા મુકવામાં આવેલી કચરા પેટીમાંથી PPE કીટ મળી આવી હતી.
ભરૂચના સુપર માર્કેટ નજીક કચરા પેટીમાંથી પી.પી.ઈ.કીટ મળી, લોકોમાં ભયનો માહોલ
PPE કીટ કોરોનાની સારવાર કરતા આરોગ્યકર્મીઓ પહેરાતા હોય છે અથવા તો દર્દીઓને પહેરાવવામાં આવે છે ત્યારે કચરા પેટીમાંથી PPE કીટ મળી આવતા કોરોનાનું સંક્રમણ ફેલાવવાના ડરે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર આ બાબતે તપાસ કરી બેદરકારી દાખવનારe લોકો સામે પગલા ભરે એ જરૂરી છે