- જંબુસરના પેટ્રોલ પંપ પર પિતા-પુત્ર પર ચપ્પુથી હુમલો
- બાકી નિકળતા રૂપિયા લેવા જતા પંપના સંચાલકના પુત્રએ હુમલો કર્યો
- જંબુસર પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચઃજિલ્લાના જંબુસર તાલુકાના જલાલપુરા ગામે શેખજીની વાડી ગામે રહેતા ઇકબાલ ઇબ્રાહિમ મલેકનો પુત્ર સાહિલ છેલ્લાં આઠ મહિનાથી જંબુસરના સેન્ટર પ્લાઝા પાસે આવેલાં આદર્શ ફ્યુલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ ખાતે નોકરી કરતો હતો. દરમિયાન ગત ગુરૂવારે રૂપિયા મુદ્દે સાહિલને પેટ્રોલપંપના માલિક સઇદ પટેલ સાથે તકરાર થઇ હતી. જેના પગલે સાહિલને નોકરીએથી કાઢી મુક્યો હતો. જેથી પુત્રના બાકી નીકળતા નાણા લેવા ઇકબાલ ઇબ્રાહિમ મલેક પોતાના પુત્ર સાથે પ્લાઝા ચોકડી સ્થિત પેટ્રોલ પંપ પર ગયા હતા. રૂપિયા લઈ પિતા-પુત્ર પૈસા ગણી રહ્યા હતા ત્યારે પેટ્રોલપંપ સંચાલકના પુત્ર હૈદરે અચાનક ઉશ્કેરાઈ જઈ ઇકબાલ ઇબ્રાહિમ મલેક અને તેના પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.