ભરૂચમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બે કિશોરના મોતનો મામલો, પરિવારે રસ્તા પર મૃતદેહ મૂકી ચક્કાજામ કર્યુ
ભરૂચઃ દહેજ બાયપાસ રોડ પર કન્સ્ટ્રશન સાઈટમાં ભરાયેલા પાણીમાં રવિવારે બે કિશોરનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતુ. આ ઘટનામાં પરિવારજનોએ સોમવારે કિશોરોના મૃતદેહ રોડ પર મૂકી કોન્ટ્રાક્ટરનો વિરોધ નોંધાવ્યો હતો અને તેની વિરુદ્ઘ સખત કાર્યવાહી સાથે વળતર ચૂકવવાની માંગણી કરી હતી. આ દરમિયાન રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.
contractor
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર કન્સ્ટ્રકશન સાઈટમાં ભરાયેલ પાણીમાં ડૂબી જતા બે કિશોરનાં મોતનાં મામલામાં બિલ્ડર સામે કડક કાર્યવાહી અને વળતરની માંગ સાથે પરિવારજનોએ બંને કિશોરનાં મૃતદેહને શક્તિનાથ વિસ્તારમાં માર્ગ પર મૂકી વિરોધ નોધાવતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.બે કલાક બાદ પોલીસ અને મામલતદારની સમજાવટના કારણે મામલો થાળે પડ્યો હતો.