ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં પ્રજાસતાક પર્વના દિવસથી 100 ફૂટ ઊંચો તિરંગો કાયમી માટે લહેરાશે - celebrated 26th January in bharuch

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધારાસભ્ય દુષ્યંત પટેલનાં પ્રયાસોથી નિર્માણ કરાયેલા 100 ફૂટ ઊંચા ફ્લેગ માસ્ટ ત્રિરંગાનું આજે પ્રજાસત્તાક પર્વે લોકાર્પણ કરાયું હતું.

a-100-foot-high-national-flag-will-be-flown-in-bharuch-forever
a-100-foot-high-national-flag-will-be-flown-in-bharuch-forever

By

Published : Jan 26, 2020, 5:22 PM IST

ભરૂચઃ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં હવે 365 દિવસ દેશની આન-બાન-શાન સમો ત્રિરંગો લહેરાતો રહેશે. જી હાં.. ભરૂચ ધારાસભ્યના પ્રયાસોથી ઔદ્યોગિક રીતે વિકસિત ભરૂચમાં હવે 100 ફૂટ ઉંચો ત્રિરંગો હંમેશને માટે લહેરાશે. જેનું આજે પ્રજાસત્તાક પર્વે લોકાર્પણ કરાયું છે.

ભરૂચ શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર 100 ફૂટ ઊંચા ફ્લેગ માસ્ટ, ત્રિરંગાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસોથી રૂપિયા 15 લાખના ખર્ચે આ ફ્લેગ માસ્ટનું નિર્માણ કરાયું છે. જેમાં નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી કોમ્યુનિટી વેલફેર ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો છે.

ભરૂચમાં આજથી 100 ફૂટ ઊંચો તિરંગો કાયમને માટે લહેરાશે

આજે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ માસ્ટનો લોકાર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટનાં પ્રમુખ નરેશ ઠક્કર, લોકગાયક અભેસિંહ રાઠોડ, બજાજ ઈલેક્ટ્રીક્સ ભરૂચના વિક્રેતા નીલેશ બેરાવાલા, ભૂમિ ડેવલપર્સનાં કિરણ મજમુદાર, રોટરી ક્લબના અનીશ પરીખ, કેતન શાહ તેમજ નગર સેવકો અને ભાજપના આગેવાનો,અધિકારીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનો અને આમંત્રિતોનાં હસ્તે ફ્લેગ માસ્ટની તકતી અનાવરણ બાદ ત્રિરંગાને લહેરાવવામાં આવ્યો હતો. જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોએ વધાવી લીધો હતો. 100 ફૂટની ઉંચાઈ પર લહેરાતા ત્રિરંગાને રાષ્ટ્રગીતનાં ગાન સાથે સલામી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details