ગુજરાત

gujarat

ETV Bharat / state

જંબુસરની PI ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, 4ના મોત, 10 ઘાયલ

ભરૂચઃ જંબુસરની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 14 કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકીના 4ના સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે આ ઘટના અંગે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

By

Published : Jan 7, 2020, 8:00 PM IST

jambusar
જંબુસર

જંબુસરના સારોદ ગામ નજીક આવેલી પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં એગ્રો પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે. સોમવારે કંપનીના મચ ફિલ્ટર મશીનમાં પી.એન.પી નામના પ્રોડક્ટના ઇન્ટરમિડીએટની પ્રોસેસ ચાલી રહી હતી. જેમાં ફિલ્ટર મશીનના ક્લોથના પરના ભાગ નાઇટ્રોજન પ્રેસર અપાઈ રહ્યું હતું. તે દરમિયાન કોઈ કારણસર રાસાયણિક પ્રેસર વધી જતાં ફિલ્ટરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે ફરજ બજાવતાં 14 કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હૉસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

જંબુસરની PI ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ, 4ના મોત

ગતરોજ સારવાર દરમિયાન 14 ઈજાગ્રસ્ત કામદાર પૈકી દયાશંકર રાજપૂત, ઐયુબ ગની ઘાંચી અને અશરફ એચ. દિવાન નામના 3 કામદારોના મોત થયા હતા. ત્યારે સારવાર દરમિયાન વધુ એક કામદારનું મોત થતાં પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. જો કે, હજુ પણ 10 કામદારો સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હજુ સુધી પ્લાન્ટમાં તપાસમાં ધરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details