ગુજરાત

gujarat

ETV Bharat / state

Mass rape incident in Bharuch: ઝઘડિયા તાલુકાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું - Mass rape incident in Bharuch

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની(Incident of mass rape in Zaghadiya ) ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઈ જવાના બહાને ખેતરોમાં લઈ ગયો હતો. કિશોરી ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ(Zaghadiya taluka misdeeds) ગુજાર્યો હતો. આરોપીએ મિત્રોને બોલાવી મિત્રોએ પીડિતા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો.

Mass rape incident in Bharuch: ઝઘડિયા તાલુકાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું
Mass rape incident in Bharuch: ઝઘડિયા તાલુકાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું

By

Published : Feb 18, 2022, 9:58 PM IST

ભરૂચ:જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની (Mass rape incident in Bharuch )ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એકઆરોપી ફરવા લઈ જવાના બહાને(Zaghadiya taluka misdeeds) ખેતરોમાં લઈ ગયો હતો. જ્યાં 8 શખ્સોએ બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

સામુહિક દુષ્કર્મ

સામુહિક દુષ્કર્મની ઘટના

ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ(Incident of mass rape in Zaghadiya ) વસાવા નામના યુવકે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી આ વિશાલને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. 16 ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદ ઈરાદાથી અજાણ બાળકી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો. પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને વિશાલ વસાવા ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને કિશોરી ઉપર દુષ્કર્મગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ 7 હેવાનોએ પણ પીડિતા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો. સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને સ્થળ પરથી ભગાડી મૂકી હતી.

આ પણ વાંચોઃOdhav Rape Case: સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને 10 વર્ષની સખત કેદની સજા

ગુનો નોંધી તપાસ શરૂ

આ કૃત્યનો ભોગ બનેલી પીડિતા ઘરે પહોંચતા તેની હાલત જોઈ માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. જેણે પરિવારને આપવીતી કહેતા માતા પિતાએ સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી. ઝઘડીયા પોલીસ સ્ટેશમાં કલમ 363 , 366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 દુષ્કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. આ બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.

સામુહિક દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ

  1. વિશાલ ચંદ્રેશ વસાવા, ધારોલી તા, ઝઘડિયા
  2. કમલેશ ચંદ્રેશ વસાવા, મોર તળાવ, ઝઘડિયા
  3. કાર્તિક પ્રવીણ વસાવા, માંડવા તા, અંકલેશ્વર
  4. મનોજ મુકેશ વસાવા, માંડવા
  5. ભાવિન સુરેશ વસાવા,માંડવા
  6. અક્ષય રાજુ વસાવા, માંડવા
  7. મેહુલ કલ્પેશ પટેલ, માંડવા
  8. શાહિલ શબ્બીર મોગલ, માંડવા

આ પણ વાંચોઃHarni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર

ABOUT THE AUTHOR

...view details