ભરૂચ: શહેર અને જીલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહયુ છે. ત્યારે મંગળવારે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના વધુ 19 પોઝિટિવ કેસ નોધાયા - Another 19 positive cases were reported in Bharuch on Tuesday
ભરૂચમાં કોરોના વાઇરસના મંગળવારે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે જિલ્લામાં કોરોના વાઇરસનો કુલ આંક 856એ પહોચ્યો છે.
જેમાં ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 9, ઝઘડિયામાં 5 અને હાંસોટમાં 2 કેસ નોધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવીડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તો મંગળવારે કોરોનાની સારવાર લઇ રહેલા 2 દર્દીઓના મોત નીપજ્યા હતા.જેની સત્તાવાર માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
તેમજ 15 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.અત્યારસુધી ભરૂચ જીલ્લામાં કોરોનાના કારણે 18 લોકોના મોત નિપજ્યા છે.તો જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 856 પર પહોચી છે.અત્યાર સુધી કુલ 598 દર્દીઓ સજા થતા તેમને રજા આપવામાં આવી છે.જયારે 240 દર્દીઓ સારવાર હેઠળ છે.